દેશ-વિદેશ
News of Thursday, 20th September 2018

સાઉદી સરકારનો છે આ નવો આદેશ

નવી દિલ્હી : સાઉદી અરબની સરકારે વેપારી સંસ્થાઓને વધુમાં વધુ સ્થાનિક લોકોને રોજગારી આપવાનો આદેશ આપ્યો છે. હવે મોટાભાગના વિદેશી કર્મચારીઓની જગ્યાએ સ્થાનિક લોકોને જોબ આપવાના આદેશથી વેપારીઓનો ખર્ચ વધી જશે.

રિટેલ ચેનમાં સ્થાનિક લોકોને રોજગાર આપવાનુ અભિયાન પ્રથમ ચરણમાં આ મહિને શરૂ થયુ છે. જે અંતર્ગત કાર ડિલરશિપ તથા ગારમેન્ટ, ફર્નીચર અને સ્થાનિક વાસણોના વેપારીઓ પાસેથી આશા રાખવામાં આવી રહી છે કે તે 70 ટકા સેલ્સમાંજોબમાં સાઉદીયોને નોકરી પર રાખે. સરકારી આદેશ અનુસાર, ઈલેક્ટ્રિક સામાનના રિટેલરો અને ચશ્મા વેચનારને નવેમ્બર મહિના સુધી વિદેશી કર્મચારીઓને સ્થાનિક લોકોમાં સ્થાનાંતરીત કરવા ફરજીયાત છે.

(4:53 pm IST)