દેશ-વિદેશ
News of Thursday, 20th September 2018

ગયા વર્ષે 1 કરોડ લોકો ટીબીનો શિકાર બન્યા હોવાનું રિપોર્ટમાં ખુલ્યું

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલ એક રિપોર્ટ મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આખી દુનિયામાં ગયા વર્ષે એક કરોડ લોકો ટીબીના કારણે બીમાર પડ્યા હતા અને તેમાં 27 ટકા લોકો તો ભારતના જ હોવાનું જાણવામાં આવી રહ્યું છે ડબ્લ્યુએચઓની ગ્લોબલ ટ્યુબરક્લોસિસ રિપોર્ટ મુજબ આ રિપોર્ટ 2018નો છે અને તેમાં ટીબીના કારણે એક કરોડ કરતા પણ વધુ લોકો તેનો શિકાર બન્યા છે.સાથે વિશ્વિક,ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તર પર આ બિમારને લઈને કોઈ કઠોર પગલું ભરવામાં આવી શકે તેમ જણાઈ રહ્યું છે.

(4:53 pm IST)