દેશ-વિદેશ
News of Thursday, 20th September 2018

ફર્ટિલીટી ટેકનિકથી સંતાન મેળવવા ઇચ્છતાં યુગલો માટે ખુશખબર

ન્યુ યોર્ક તા ૨૦ :  ઇન વિટ્રો ફર્ટિલાઇઝર (IVF) ટેકનિકથી સંતાન પ્રાપ્ત કરવા ઇચ્છતા યુગલો માટેએક સારા સમાચાર છે. વૈજ્ઞાનિકોએ એવું ઉપકરણ તૈયાર કર્યુ છે જે ઝડપી પ્રવાસ કરતા અને  સ્ટ્રોન્ગ શુક્રાણુઓ (સ્પર્ર્મ) ને ઓળખી લે છે. હાલતા તબ્બકે સારી કવોલિટીના પિર્શને શોધવાનું કામ અત્યંત મુશ્કેલ છે. આ કામમાં ઘણી વાર કલાકો લાગે છે જેને કારણે ખર્ચ પણ વધે છે. અમેરિકાની કોર્નલ યુનિવર્સિટીની અસિસ્ટન્ટ પ્રોફેસર અલીરેજાએ જણાવ્યા મુજબ હાઇ કવોલિટી સ્પર્મ ઓળખવાનું કામ ખુબ જ મુશ્કેલ છે. જોકે આ ડિવાઇસને કારણે આ કામ માત્ર મિનીટોમાં થઇ શકે છે. સારા સ્પર્મ એ જ મનાય છે. જે ફલોથી વિપરીત પણ ટકી શકે. આ માટે વૈજ્ઞાનિકોએ સોૈ પ્રથમ માઇક્રોફલુડિક ચેનલ તૈયાર કરી જેમાં સ્પર્મ તરે છે. આમાં જ એવી સિસ્ટમ બનાવી જે દીવાલની જેમ કામ કરે છે અને  સારી કવોલિટીના સ્પર્મને પોતાની પાસે રોકી લે છે.

(2:48 pm IST)