દેશ-વિદેશ
News of Thursday, 20th September 2018

જપાનમાં હ્યુમનોઇડ મિની રોબો બનશે ટૂર-ગાઇડ

‘રોબો હોન' નામનો જેપનીઝ હ્યુમનોઇડ મિની રોબો જપાનના કયોટો શહેરમાં વિદેશી પર્યટકોને શહેરના ટેકસી-ડ્રાઇવરોને હ્યુમનોઇડ મિની રોબો ટૂરિસ્‍ટ-ગાઇડની સર્વિસ ઉપલબ્‍ધ કરાવશે. આગામી બાવીસ સપ્‍ટેમ્‍બરથી ર૦૧૯ ની ૩૧ માર્ચ સુધી ગાઇડરૂપે રોબોની સર્વિસ ઉપલબ્‍ધ રહેશે. ટેકસી-ઓપરેટર કંપની અને ટ્રાવેલ એજન્‍સીએ  સંયુકત રીતે ઘડેલા પેકેજમાં મિની રોબો જેપનીઝ ઉપરાંત ચીની અને ઇંગ્‍લીશ ભાષાઓમાં પણ સર્વિસ ઓફર કરશે. ૧૯.પ સેન્‍ટિમીટર ઊંચો ૩૯૦ ગ્રામ વજનનો રોબો પ્રવાસીઓને ટેકસીમાં પર્યટન સ્‍થળો વિશે માહિતી આપવા ઉપરાંત અમુક સ્‍થળોએ નીચે ઉતરીને પણ માહિતી અને માર્ગદર્શન આપશે. આ વર્ષના જાન્‍યુઆરીથી જુલાઇ મહિના સુધીમાં ૧,૮૭,૩૦,૯૦૦ વિદેશી પ્રવાસીઓ જપાનના પર્યટને ગયા હતાં. એ આંકડો ર૦૧૭ ના પ્રથમ સાત મહિનાના પર્યટકોના આંકડાની સરખામણીમાં ૧૩.૯ ટકા વધારે હતો. ગયા વર્ષે વિદેશી પર્યટકોની પસંદગીમાં ટોકયો, ઓસાકા અને ચિંબા પછી ચોથા ક્રમે કયોટો હતું.

(12:26 pm IST)