દેશ-વિદેશ
News of Thursday, 20th September 2018

દહિંથી નિખારો તમારી ત્વચાની સુંદરતા

દહિં તમારા સ્વાસ્થ્ય માટે સારૂ ગણવામાં આવે છે. સામાન્ય રીતે લોકો  દહિંને પોતાના ડાયટમાં કોઈ ને કોઈ રૂપે સામેલ કરે જ છે. દહિંં સ્વાસ્થ્યની સાથે તમારી સુંદરતા નિખારવાનું પણ કામ કરે છે. તો જાણો તેના માટે દહિંનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે.

જે લોકોની ત્વચા રૂખી છે. તેને દહિંને મધ સાથે મિકસ કરી ચહેરા પર એપ્લાય કરો. ત્યારબાદ ૨૦ મિનીટ માટે રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો વોશ કરો. અઠવાડીયામાં એકવાર આ પેકનો ઉપયોગ કરવાથી ત્વચા હાઈડેટ રહે છે અને મુલાયમ પણ બને છે.

જ્યારે ઓયલી ત્વચા માટે દહિં ખૂબ જ સારૂ ગણવામાં અવો છે. દહિંનું પેક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં દહિં અને બેસનને મિકસ કરી પેસ્ટ બનાવો. ત્યારબાદ તેને ચહેરા પર લગાવી ૧૫ મિનીટ સુધી રહેવા દો. ત્યારબાદ થોડા ગરમ પાણીથી ચહેરાને ધોઈ લો. આ પેક ઓયલી ત્વચાની સાથે સેન્સેટીવ ત્વચા માટે પણ સારૂ ગણવામાં આવે છે.

ખીલ તમારા ચહેરાની નેચરલ બ્યુટીને છુપાડી દે છે. ત્યારે દહિં અને હળદરનો પ્રયોગ કરો. આ પેક બનાવવા માટે એક બાઉલમાં દહિં નાખી તેમાં થોડી હળદર મિકસ કરો. ત્યારબાદ ચહેરા પર એપ્લાઈ  કરો અને ૧૫ મિનીટ રહેવા દો. ત્યારબાદ નવશેકા પાણીથી ચહેરાને ધોઈ લો.

(11:08 am IST)