દેશ-વિદેશ
News of Thursday, 20th September 2018

બાળકના જન્મ બાદની સંભાળ : કઈ-કઈ વાતોનું રાખવુ ખાસ ધ્યાન?

નાના બાળકો ખૂબ જ કોમળ હોય છે. તેના જન્મ બાદ તેની યોગ્ય રીતે સંભાળ લેવી એ તમારા જીવનના સૌથી ખાસ અને પુરસ્કૃત અનુભવોમાંથી એક હોઈ શકે છે. પરંતુ, જ્યારે નાના બાળકનો જન્મ થાય ત્યારે સમજમાં ન આવે તેની કઈ - કઈ વાતોનું ધ્યાન રાખવુ જોઈએ.

જો બાળક લાંબા સમય સુધી રડે છે, તો તે બાળક માટે નુકશાનકારક બની શકે છે. રડવાથી બાળકનું સ્ટ્રેસ લેવલ વધે છે.  તેનાથી બાળકના વિકાસ પર ખરાબ અસર પડે છે. ચાઈલ્ડ એકસપર્ટના જણાવ્યા અનુસાર, બાળક સાથે વધારેમાં વધારે સમય પસાર કરવો જરૂરી છે. તેનાથી બાળકને તમારા પર ઉંડો વિશ્વાસ બેસે છે. જેનાથી ભવિષ્યમાં તેને આત્મવિશ્વાસની કમી રહેતી નથી.

બાળકને મોઢુ જમીન બાજુ કરીને સૂવડાવવુ

તમારા બાળકને કયારેય નીચે તરફ મોઢુ રાખીને ન સૂવા દો. કારણ કે તે બાળક માટે જીવલેણ સાબીત થઈ શકે છે.  તમારૂ બાળક કઈ રીતે સૂવે છે તે વાતનું ધ્યાન રાખવુ જોઈએ. બાળકને હંમેશા ઉપરની તરફ મોઢુ રાખીને સૂવડાવવું.

બાળકને એકલુ ન મુકવુ

કેટલાય લોકોને લાગે છે કે બાળક નાનુ છે અને તે પોતાની જગ્યાએથી હલી શકતુ નથી. તેવુ વિચારીને લોકો પોત-પોતાના કામમાં લાગી જાય છે. જો તમે પણ એવકુ વિચારીને બાળકને એકલુ મુકી દો છો તો સાવધાન... કેટલાય બાળકો નાના હોવા છતા પડખા ફેરવવા લાગે છે. જેનાથી બાળક પડી જવાનો ભય રહે છે. તેથી બાળકને કયારેય એકલુ ન મુકવુ જોઈએ.

બાળકને જોરથી ઉછાળવુ નહિં

તમને જોવા મળતુ હશે કે કેટલાક લોકો બાળકો સાથે રમતી વખતે અથવા તેને ચુપ કરાવતી વખતે બાળકને જોર-જોરથી ઉપર ઉછાળવા લાગે છે. તમારી આ આદત પણ બાળક માટે નુકશાનકારક સાબીત થઈ શકે છે. બાળકના શરીરના અંગ ખુબ જ નાજુક હોય છે. તેને ઝાટકો આપીને હલાવવાથી તેના શરીરના કોઈ પણ અંગને નુકશાન પહોંચી શકે છે અને તેના મગજને પણ નુકશાન થઈ શકે છે.

દૂધ પીવડાવ્યા બાદ બાળકને ઓડકાર જરૂર અપાવવો

બાળકને કંઈ પણ ખવડાવ્યા અથવા દૂધ પીવડાવ્યા બાદ ઓડકાર જરૂર અપાવવો જોઈએ. તેનાથી બાળકના શરીરમાંથી ગેસ નીકળી જાય છે. જો ભોજન કર્યા બાદ અથવા દૂધ પીધા બાદ બાળકને ઓડકાર નથી આવતો તો બાળકના પેટમાં દર્દ થઈ શકે છે. જેનાથી બાળકને સૂવામાં પણ તકલીફ થઈ શકે છે.

(11:07 am IST)