દેશ-વિદેશ
News of Thursday, 20th September 2018

પાચનક્રિયા સુધારવા અને કબજીયાતને દૂર રાખવા અપનાવો આ આયુર્વેદીક ટીપ્સ

કાચા કેળા : કાચા અથવા ઓછા પાકેલા લીલા કેળા રેસીસ્ટન્ટ ર્સ્ટાચ ધરાવતા હોય છે. જે પચાવવામાં મુશ્કેલ હોય છે. જયારે કબજીયાત હોય ત્યારે તે ખાવાનું ટાળવુ જોઇએ. બીજુ કે કેળામાં રહેલા રેઝીન આંતરડામાં પાણી શોષે છે, જેના લીધે મુશ્કેલી વધે છે.

આલ્કોહોલ : આલ્કોહોલના લીધે ડીહાઇડ્રેશન થાય છે, ખાસ કરીને જયારે વધારે માત્રામાં લેવામાં આવે છે. આના લીધે કબજીયાત થવાની શકયતાઓ વધે છે. વધારામાં આલ્કોહોલ આંતરડાની પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન કરે છે. જેના લીધે કબજીયાત અથવા ઝાડા થવાની શકયતા છેે.

સફેદચોખા : બ્રાઉન ચોખા કબજીયાતથી બચાવવામાં અથવા રોકવામાં મદદરૂપ થાય છે. જયારે સફેદ ચોખા (ખાસ કરીને બાસમતી ટાઇપના) તેનાથી ઉલટુ કામ કરે છે. સફેદ ચોખામાં ફાઇબર બનાવતા જર્મ્સ ઓછા હોય છે. જેથી તે ઓછા પોષક છે અને કબજીયાત કરે છે.

કોફી : જો કે કોફી એક ઉતેજક, સ્ફૂર્તિદાયક છે. પણ આંતરડાની પ્રક્રિયામાં અવરોધક છે, તે ડીહાઇડ્રેશન પણ કરે છે. જેના લીધે કબજીયાતમાં સ્થિતી વણસે છે તેથી કબજીયાત હોય ત્યારે કોફી ન પીવી જોઇએ.

તળેલું અથવા ફાસ્ટ ફુડ :  તૈલી, તળેલું અથવા ચીપ્સ, કુકીસ, ફ્રેન્ચ ફાઇઝ જેવા ફાસ્ટ ફુડ તમારી પાચનક્રિયા મંદ કરે છે. તેમાં ફાઈબર ઓછા અને બિન આરોગ્યપ્રદ ચરબી વધારે હોય છે જેના લીધે કબજીયાત અને પાચનક્રિયાને લગતા રોગોનું જોખમ વધે છે.

આ બધા  ખોરાકથી બચીને કબજીયાતથી બચી શકાય. આપણા ખોરાકમાં સામાન્ય ફેરફારની મદદથી આપણે પાચન શકિત સુધારી શકીએ છીએ. ફળો, શાકભાજી, આખા ધાન જેવા રેસાયુકત ખોરાક ખાવ અને પુષ્કળ પાણી પીઓ અને શારીરિક રીતે સક્રિય રહો. કબજીયાાત દૂર રહેશે.

(11:06 am IST)