દેશ-વિદેશ
News of Tuesday, 20th August 2019

વિશ્વની સૌથી ઓલ્ડ પાળેલી કાચબી છે ૧૨૧ વર્ષની

લંડન તા. ૨૦ : કાચબાનું આયુષ્ય દ્યણું લાંબુ હોય છે. ઇંગ્લેન્ડના ગિલ્ડફોર્ડમાં રહેતી શીલ ફ્લોરિસ નામનાં બહેત્ત્।ના પરિવારે પાળેલી ટોમી નામની હર્મન્સ પ્રજાતિની કાચબી હાલમાં વિશ્વની સૌથી દ્યરડી પાળેલી કાચબી હોવાનું નોંધાયું છે. આ ટોમીએ તેની એક જિંદગીમાં અમેરિકાના ૨૧ પ્રેસિડન્ટૂસનું રાજ જોયું છે અને બે વિશ્વયુદ્ઘ પણ. ૧૮૯૯માં જન્મેલી આ કાચબીને શીલાની દાદી માગારેટે ખરીદી ત્યારે એની ઉંમર ૧૧ વષની હતી. ત્યારથી ટોમી આ જ પરિવાર સાથે છે, શીલા ૬૨ વર્ષનાં થયાં છે અને હવે તેમનાં દાદી હયાત તથી. દાદીના ગુજરી ગયા પછી ટોમીને શીલાત્ત્।ી મમ્મીને ત્યાં શિફ્ટ કરવામાં આવી હતી. એ વખતે શીલાની ઉંમર પાંચ વર્ષ હતી. આ એવી કાચબી છે જેણે તેના માલિકની પાંચ પેટ્રીઓ જોઈ છે. હાલમાં ટોમીની પ્રજાતિના કાચબા નામશેષ થવાના આરે છે એટલે પણ તેના માલિકો એની ખુબ કાળજી રાખે છે, નવાઈની વાત એ છે કે આ કાચબી છ મહિના માટે ભૂગર્ભમાં જઈને સૂઈ જતી હોય છે, પણ દર વર્ષતી પહેલી એપ્રિલે તે જાગી જતી હોય છે કેમ કે એ દિવસે શીલાની મમ્મીનો જન્મદિવસ હોય છે. બસ, એ બે દિવસ માટે જ જાગે છે અને પછી ફરી પાછી સૂઈ જાય છે. હજી તો ટાઙ્ખમીનું સ્વાસ્થ્ય એટલું સારું છે કે તે આરામથી બીજાં ૫૦ વર્ષ જીવશે એવું લાગે છે એટલે શીલાના પ્રપૌત્ર અને પ્રપૌત્રીઓ પણ એની સાથે રમશે.

(3:54 pm IST)