દેશ-વિદેશ
News of Tuesday, 20th August 2019

આઠ માળનું વેન્ડિંગ મશીન ખૂલ્યું અમેરિકામાં, કોઇન નાખતાં જ ડિલિવર થશે મનગમતી કાર

તમે કોફી, ચા, સ્નેકસ કે ઇવન બિયર અને આલ્કોહોલનું પણ વેન્ડિંગ મશીન જોયું હશે, પણ અમેરિકાના કેલિફોર્નિયાના હન્ટિંગટન બીચ પર એક વિશાળકાય વેન્ડિંગ મશીન ખૂલ્યું છે જે કાર વેચે છે. આઠ માળ જેટલું ઊંચું આ કાચનું પારદર્શક મશીન છે જેમાં લગભગ ૩૦ કારો પાર્ક થઇ શકે છે. કંપનીએ કાર ખરીદવાનો અનુભવ યાદગાર બનાવવા માટે આ નવી યોજના બનાવી છે. આમ તો કસ્ટમરે ગાડી ખરીદવા માટે તો એના શોરૂમમાં જ જવાનું રહેશે. ટેસ્ટ-ડ્રાઇવ પણ ત્યાં જ મળશે અને તમારે પેમેન્ટ પણ શોરૂમ પર જ કરવાનું રહેશે. તમે વેબસાઇટ જોઇને ઓનલાઇન ખરીદી કરી લઇ શકો છો. માત્ર ડિલિવરી માટે આ વેન્ડિંગ મશીન પાસે આવવાનું રહેશે. કંપની દ્વારા તમે ખરીદેલી કારના કોડ મુજબનો કોઇન આપવામાં આવશે. આ બિલ્ડિંગની નીચેના મોટા દરવાજા પાસે એ કોઇન નાખતાં જ તમે ખરીદેલી કાર લિફટમાં નીચે આવીને આપમેળે દરવાજો ખુલે ત્યાં તમારા માટે હાજર થઇ જશે.

(3:55 pm IST)