દેશ-વિદેશ
News of Tuesday, 20th August 2019

નદીની રેતીમાં ર૨૫૦ ફુટનું લખાણ કરીને પ્રપોઝ કર્યું

લંડન તા. ૨૦ :  ઈંગ્લેન્ડના બર્મિગહેમમાં રહેતા સ્ટેકફન કાહિલે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યાની પળ વધુ રોમેન્ટિક બને એ માટે ખાસ જહેમત ઉઠાવી હતી. સમરસેટના બ્રીન ડાઉન બીચ પાસે તેણે ગર્લફ્રેન્ડ હેલી મેસનને ફરવા લઈ જઈને અનોખી રીતે પ્રપોઝ કર્યું હતું. સેન્ડ આર્ટિસ્ટ સિમોન બેકની મદદ લઈને તેણે ૨૫૦ ફટ પહોળી ડિઝાઇન બીચની રેતીમાં દોરાવી હતી અને એમાં વચ્ચે હાર્ટ શેપમાં ડાયરેકટ પ્રપોઝલ લખવામાં આવી હતી, વિલ યુ મેરી મી? ભાઈસાહેબ ગર્લફ્રેન્ડને લઈની બીચ પાસેની એક ખડક પર ચડ્યા હતા અને ત્યાંથી આ જાયન્ટ આકૃતિ બતાવીને પ્રપોઝ કર્યું હતું. સ્વાભાવિક છે સરસ રીતે પ્રપોઝ કયું હોવાથી હેલ્ડીએ પણ હા પાડી દીધી અને હવે બન્ને લગ્નની તૈયારીઓમાં પડ્યા છે.

(3:53 pm IST)