દેશ-વિદેશ
News of Tuesday, 20th August 2019

મધ્યમ દુરી પરમાણુ સંધીમાંથી નીકળ્યા બાદ અમેરિકાએ કર્યું ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ

ધરતીની સપાટી પરથી લોન્ચ કરાયેલ આ મિસાઈલની મારક ક્ષમતા 500 કિલોમીટર

નવી દિલ્હી :મધ્યમ દૂરી પરમાણું સંધિ)માંથી બહાર નીકળ્યા બાદ અમેરિકાએ પહેલીવાર એક ક્રૂઝ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યુ હતુ. પેંટાગને આ વાતની પુષ્ટિ કરી હતી કે, રવિવારે કેલિફોર્નિયાનાં સેન નિકોલસ દ્વીપ પર પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

  આ પરીક્ષણને ધરતીની સપાટી પરથી લોન્ચ કરાયું હતું આ મિસાઈલની મારક ક્ષમતા 500 કિલોમીટર છે. અમેરિકાએ દાવો કર્યો છેકે, તેમનું આ પરીક્ષણ સફળ રહ્યુ છે. અને મિસાઈલે નક્કી કરેલાં સમય પર આ દૂરી નક્કી કરીને પોતાના લક્ષ્‍યને સાધવામાં સફળ રહી છે. આ પરીક્ષણ દૂરગામી પરિણામ હોઈ શકે છે.

(1:28 pm IST)