દેશ-વિદેશ
News of Tuesday, 20th August 2019

શું તમે ઈન્ડિયન ડ્રેસિસમાં ફેટ દેખાવ છો ? તો અપનાવો આ ટિપ્સ

જો તમે પણ ઇન્ડિયન ડ્રેસિસમાં ફેટ દેખાવાને ડરથી પહેરવાથી અચકાઓ છો ? તો આ ટિપ્સ અપનાવીને તમે પણ દેખાઇ શકો છો સ્લિમ.

દરેક મહિલાની ઇચ્છા હોય છે કે તેની બાડી પર્ફેકટ હોય. પણ દરેક મહિલા ફિટ હોય એ શકય નથી. ઘણી મહિલાઓ હોય છે પોતાની હેલ્ધી બાડીને કારણે હેરાન થતી હોય છે અને તેમને સમજાતું નથી કે કેવી સ્ટાઇલના કપડાં તેના પર સારા દેખાશે. કેટલીક મહિલાઓ તો ઇન્ડિયન કપડાં જેમ કે સાડી, ડ્રેસ એ કારણસર નથી પહેરતી કારણકે તેમને લાગે છે કે તે આને કારણે વધારે જાડી દેખાશે, તેથી તે કંઇક એવું શોધતી હોય છે જેમાં તે ઓછી ફેટ અને સુંદર દેખાય. પણ સાડી, ડ્રેસ ઇન્ડિયન ફંકશનમાં સુંદર લૂક આપે તે અન્ય આઉટફિટ આપી શકતાં નથી. જો તમે પણ ઇન્ડિયન સ્ટાઇલના કપડામાં ફેટ દેખાવાના ડરને કારણે અચકાઓ છો તો તમારી માટે લાવ્યા છીએ કેટલીક એવી ટિપ્સ જેથી તમે દરેક આઉટફિટમાં આકર્ષક દેખાશો.

. કુર્તો અને બોટમની પસંદગી વખતે રાખો ધ્યાન :

ડ્રેસમાં પણ ઘણી મહિલાઓ જાડી દેખાતી હોય છે. જો તમે સ્લિમ અને લાંબા દેખાવા માગો છો તો અનારકલી સ્ટાઇલ તમારી માટે બેસ્ટ છે. જેનાથી તમને રોયલ લૂક પણ મળે છે. જો તમે કુર્તો પહેરવાનું વિચારો છો તો નીલેન્થનો કુર્તો પહેરવાનું ટાળવું. હંમેશાં લોન્ગ, ફિટ કે એ-લાઇન કુર્તો જ પહેરવો. આ સિવાય તમે હોરિઝોન્ટલ સ્ટ્રાઇ વાળો કુર્તો પહેરવાનું ટાળવું કારણકે આમાં તમે શોર્ટ અને ફેટ દેખાઇ શકો છો. ફકત વર્ટિકલ સ્ટ્રાઇ વાળા ડ્રેસ જ પહેરવા. જે તમને સ્લિમિંગ ઇફેકટ આપવા માટે પર્ફેકટ છે. તમને વધુ સ્લિમ અને સુંદર લૂક આપવા માટે કુર્તાની સાથે બોટમનો પણ મહત્વનો ભાગ હોય છે. તમારા કુર્તાની સાથે બોટમની પસંદગી પણ સમજણપૂર્વક કરવી. એ લાઇન કુર્તા સાથે હંમેશા લેગિન્સ કે જેગિન્સની પસંદગી શ્રેષ્ઠ ગણાય છે.

. ફેબ્રિકની પસંદગી વખતે રાખવું ધ્યાન :

સાડી કે લહેંગા માટે કાપડની પસંદગી કરતી વખતે ફેબ્રિકનું ધ્યાન રાખવું જરૂરી છે કારણકે કેટલાક એવા કાપડ હોય છે જેમાં તમે જાડાં દેખાઇ શકો છો. તેથી ક્રેપ, સાટિન, શીફોન કે જોર્જટ જેવા હલ્કા ફેબ્રિક પહેરવા. જો તમને સિલ્ક પહેરવું ગમતું હોય, તો લાઇટવેઇટ સિલ્કની જ પસંદગી કરવી. જો શરીરના કોઇક ભાગનું ફેટ સંતાડવું હોય તો ટ્રિમર બેલ્ટનો ઉપયોગ પણ કરી શકો છો.

. પ્રિન્ટ્સ અને કલરનું પણ રાખો ધ્યાન :

ફકત ફે્બ્રિક જ તમને સ્લિમ બતાવવામાં હેલ્પ નથી કરતું પણ તેમાં પ્રિન્ટ્સ પણ એટલું જ ભાગ ભજવે છે જો તમે સ્લિમ અને ટ્રીમ દેખાવા માગો છો તો પ્રિન્ટેડ સાડી હોય, લહેંગો, કુર્તો કે ડ્રેસ કે વેસ્ટર્ન ડ્રેસ હોય હંમેશા નાની પ્રિન્ટ જ પસંદ કરવી. આ સિવાય તમે દરેક આઉટફિટમાં સ્લિમ દેખાવા માગો છો તો ડાર્ક કલર્સના ડ્રેસની જ પસંદગી કરવી.

 

(9:52 am IST)