દેશ-વિદેશ
News of Monday, 20th August 2018

ઝઘડા કરતાં દંપતીઓ બીમારીઓને આપે છે આમંત્રણ

નવી દિલ્હી તા. ર૦ :.. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય તો તે બન્નને આંતરડાંમાંથી પ્રોર્ટીનના લીકેજને કારણે લોહીમાં બેકટેરિયા ભળી જવાથી સોજો ચડવાની બીમારી થઇ શકે છે. અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોનો આ અભ્યાસ જર્નલમાં પ્રકાશીત કરવામાં આવ્યો છે. લગ્નજીવનની નિષ્ફળતા અને આરોગ્ય વચ્ચેના સંબંધની દિશામાં પ્રકાશ પાડતું આ પ્રથમ સંશોધન છે. યુનિવર્સિટીનાં સંશોધક જેનિસ કિકોલ્ટ-ગ્લેસરે જણાવ્યું હતું કે, લગ્નજીવનમાં રોજની તંગદિલીને કારણે સોજા ચડવા માંડે છે અનેએને કારણે અન્ય બીમારીઓ પણ થાય છે. સંશોધકોએ ૪૩ આરોગ્યવાન દંપતીઓને અભ્યાસમાં સામેલ કર્યા હતાં. તેમને તીવ્ર મતભેદો અને અસંમતિ જગાવતા મુદા ઉકેલવા માટે ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમના દરેકના વીસ મિનીટના સંવાદો વિડીયોટેપ કરવામાં આવ્યા હતાં. સંશોધકોએ એ વિડીયોટેપ જોઇને એમાં બોલાયેલા શબ્દોમાં અને શબ્દો વગરના ઝઘડામાં દુશ્મનાવટની ભાવના, આંખોની નાટયાત્મક હિલચાલો અને એકબીજાને વખોડવાની રીતનું વિશ્લેષણ કર્યુ હતું. સંશોધનના ભાગરૂપે ઝઘડા કરતાં પહેલાનાં અને પછીના લોહીના નમૂના લેવામાં આવ્યા હતાં. સંશોધકોએ એ બન્ને નમૂનામાં ચોકકસ પ્રકારના પ્રોટીનના લીકેજ સહિતની બાબતો તપાસી હતી. આંતરડાનું લીકેજ અત્યંત ક્રોધ  અને દુશ્મનાવટથી લડનારા પાત્રોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળ્યું હતું. (પ-

(11:38 am IST)