દેશ-વિદેશ
News of Saturday, 20th July 2019

એક વ્યકિતનું ટ્વીટ બન્યુ ક્રાંતિ

તુર્કી રાષ્ટ્રીય વૃક્ષારોપણ દિવસ જાહેર કરશેઃ રજા પણ અપાશે

આજના યુગમાં ટેકનોલોજીનો હકારાત્મક ઉપયોગ થાય તો ક્રાંતિ પણ સર્જી શકાય છે. તુર્કીમાં એક વ્યકિતએ ટ્વીટ કરેલ બે લીટીએ લીલી ક્રાંતિ તરફ દેશને પ્રયાણ કરાવ્યો છે. તુર્કીના એનસ સાહિને ટ્વીટ કરેલ કે, ''મને એક આઈડીયા આવ્યો છે. આપણે રાષ્ટ્રીય વૃક્ષારોપણ દિવસ જાહેર કેમ ન કરી શકીએ. દરવર્ષે એક દિવસની રજા લઈ વૃક્ષો વાવીએ. આવો આપણે દુનિયાને ઉદાહરણ આપીએ અને આવનારી પેઢીઓને એક હર્યો ભર્યો દેશ સોપીએ.''

અને પછી જે થયુ એ ક્રાંતિ જ હતી. એનસના આ ટ્વીટનો જવાબ તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોગને આપ્યો અને જણાવ્યું કે, એનસ આ એક મહાન વિચાર છે. અમે હંમેશા હર્યા ભર્યા તુર્કી માટે કામ કર્યુ છે અને આગળ પણ કરતા રહીશું. મારા મિત્રો અને હું આ જવાબદારી લઈએ છીએ કે આપણો પણ એક રાષ્ટ્રીય વૃક્ષારોપણ દિવસ હોય.

ઉપરાંત ૫૫ હજાર લોકોએ કોમેન્ટ કરી અને રાષ્ટ્રીય વૃક્ષારોપણ દિવસ જાહેર થાય એ પહેલા અનેક લોકો વૃક્ષ વાવવા આગળ આવ્યા છે.

(3:27 pm IST)