દેશ-વિદેશ
News of Saturday, 20th July 2019

એક જ ચહેરાવાળા આ બધા કોણ?

કહેવાય છે કે તમારા જેવો જ લુક ધરાવતા આ દુનિયામા ંબીજા સાત જણ હશે. જોકે અમુક લોકોના લુક-અ-લાઇક અઢળક હોય છે. અમેરિકાના પ્રસિદ્ધ નોવેલિસ્ટ અને પત્રકાર અર્નેસ્ટ હેમિંગ્વે જેવા દેખાતા લોકો માટે તો ઘણીવાર સ્પર્ધાઓ પણ યોજાઇ છે. જોકે ૨૧ જુલાઇએ લેખક મહાશયની જન્મજયંતી નિમિતે આ વર્ષે ભુતકાળની તમામ લુક-અ-લાઇક સ્પર્ધાના વિનર્સ કી વેસ્ટ ટાઉનમાં ભેગા થયા છે. હેમિંગ્વે જેવો જ ગેટઅપ ધરાવતા ૧૩૫ લોકો એકત્ર થયા છે. ત્રણ દિવસીય હેમિંગ્વે ફેસ્ટિવલમાં આ તમામ લોકો ભાગ લેશે.

(2:39 pm IST)