દેશ-વિદેશ
News of Thursday, 20th June 2019

બુઢાપાથી દુર રહેવા આ ચીજોનું સેવન ઉપયોગી થશે

વૃદ્ધાત્વથી દુર રહેવું હોય તો આ ચાર ચીજોનું સેવન કરવું જોઇએ તેનાથી ઘડપણ આવવાની ઝડપમાં ઘટાડો થાય છે.

૧. પાણીઃ જળ એ જીવન છે એવું એક વાકય અવાર નવાર સાંભળવા અથવા જોવા મળે છે. અને તે બિલ્કુલ સાચું છે. જો આપણે પાણી ન પીએ તો આપણા શરીરનું કામ કરવું મુશ્કેલ બની જાય છે. જેમ જેમ આપણે ઘરડા થઇએ તેમ તેમ શરીરમાં કરચલીઓ પડવા લાગે છે. તેને રોકવા માટે દિવસમાં લગભગ ૪ લીટર પાણી પીવું જોઇએ.

ર. રાજમાઃ રાજમા આપણા શરીર માટે બહુ ફાયદાકારક છે. તેમાંથી ઘણા બધા પ્રોટીન્સ મળે છે જે આપણા શરીરને બહુ ફાયદો પહોંચાડે છે તેના સતત સેવનથી હૃદયરોગ નથી થતો અને સાથે સાથે તમે લાંબા સમય સુધી ફીટ અને જવાન રહી શકો છો.

૩. ફળઃ બની શકે તેટલા વધુ વિટામીન સી વાળા ફળોનું સેવન કરવું જોઇએ. તેનાથી આપણું શરીર સ્વસ્થ અને તાજુમાજુ રહે છે. વિટામીન સી વાળા ફળોમાં સંતરા, દ્રાક્ષ, પપૈયુ, કેરી, તરબૂચ, આંબળા વગેરે સામેલ છે.

૪. માછલીનું તેલઃ માછલીના તેલથી (કોડ લીવર ઓઇલ) આપણી માંસ પેશીઓ મજબૂત બને છે. થોડી કસરત અને આના સેવનથી લાંબા સમય સુધી જુવાની સાચવી શકાય છે.

(3:30 pm IST)