દેશ-વિદેશ
News of Saturday, 20th May 2023

સાઉદીની ઘરના દરવાજા પર સાથિયા દોરવો આ પરિવારને ભારે પડ્યો:પોલીસે ધરપકડ કરી

નવી દિલ્હી: સ્વસ્તિક ચિન્હનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ રહેલું છે અને તેને અતિ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મના લોકો જ્યારે પણ કોઈ નવું કામ કરે છે કે પુજાપાઠ કરતાં હોય ત્યારે સ્વસ્તિક દોરતા હોય છે. પરંતુ સાઉદી અરબમાં એક ભારતીય વ્યક્તિએ પોતાના ફ્લેટના દરવાજા પર સ્વસ્તિક દોરવો મોંઘો પડ્યો હતો. ગુંટુરના 45 વર્ષિય વ્ચક્તિએ પોતાના ઘરના દરવાજા પર સ્વસ્તિકનું ચિન્હ લગાવવાના કારણે જેલમાં જવુ પડ્યુ હતુ. એક રિપોર્ટ પ્રમાણે કેમિકલ એન્જીનિયર સામે એક સ્થાનિક અરબ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વાસ્તવમાં સ્વસ્તિક ચિન્હને સ્થાનિક અરબ પોલીસે તેને નાજી પ્રતીક તરીકે સમજી રહ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સાઉદીના શખ્સે તેની ફરિયાદમાં કહ્યુ હતુ કે તેને ગુંટુરના શખ્સથી જીવનું જોખમ છે. જેથી તેની સામે પડોશીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. અને ફરિયાદના આધારે આ કેમિકલ એન્જીનિયરની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. આ બાબતે NRI કાર્યકર્તાઓ અને APNRTS સંયોજક મુઝમ્મિલ શેખે કહ્યુ કે તેણે ગુંટુરના વ્યક્તિ સુધી પહોંચવા માટે શુક્રવારે રિયાધથી ખોબાર સુધી લગભગ 400 કિમીના યાત્રા કરી હતી. તેમણે કહ્યુ કે સાંસ્કૃતિક ગલતપ્રેમીના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. અમે અધિકારીઓને આ બાબતે જાણકારી આપી કે આને હિન્દુ ધર્મમાં આ પ્રતીકની પૂજા કરવામાં આવે છે. અને તેને ઘરોમાં ઓફિસોમાં તેમજ વિવિધ જગ્યાઓ પર તેને દોરવામાં કે લગાવવામાં આવે છે. જે બાદ પોલીસે તેને જેલમાથી મુક્ત કર્યો હતો. 

 

(7:14 pm IST)