દેશ-વિદેશ
News of Wednesday, 20th May 2020

ચીનની લાઈવ માર્કેટ વિશ્વભરમાં અનોખી બની:દેડકા,સર્પ,સહીત નાના વાંદરાના બચ્ચાને સરકાર ખરીદી લેશે

નવી દિલ્હી: વિશ્વમાં કોરોનાના ફેલાવા માટે ચીનના લાઈવ-માર્કેટ એટલે કે જે જીવતા નાના પ્રાણીઓ અને પક્ષીઓ ભોજન માટે વેચાતા હોય છે તેને દોષીત ગણવામાં આવે છે અને આ લાઈવ માર્કેટમાંથી જ કોરોના માનવમાં પ્રવેશ્યો હોવાનું પ્રાથમીક રીતે સાબીત થયું છે.

ચીનની આ લાઈવ માર્કેટ વિશ્વભરમાં અનોખી બની રહી છે જયાં ફકત સી-ફૂડ નહી પરંતુ દરેક જાતના નાના પ્રાણીઓ જીવતા વેચાય છે. ચીનના રેસ્ટોરામાં દેડકા, સર્પ કે પછી નાના વાંદરાના બચ્ચા અને અન્ય તેવા પ્રાણીઓ પણ લાઈવ વાનગી તરીકે પીરસવામાં આવે છે. પરંતુ હવે ચીનને પ્રથમ વખત આ માર્કેટની ગંભીરતા સમજાણી છે અને વધુને વધુ લોકો અન્ય વ્યવસાયમાં જોડાય તે માટે વાઈલ્ડલાઈફ વ્યાપાર છોડવા માટે તેઓને ખાસ રોકડ પ્રોત્સાહન આપવામાં આવે છે. ચીનની સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ વુહાનમાં એક સર્વે કરીને આ માર્કેટમાં વ્યાપાર કરતા લોકોને અન્ય ધંધા માટે પ્રોત્સાહીત કરાયા છે.

(5:54 pm IST)