દેશ-વિદેશ
News of Monday, 20th May 2019

ચીનના ગુઆંગ્શીના બેહાઇ શહેરમાં ગજબની ઘટનાઃ નાકમાં ૨ જળો ઘુસી જતા સતત લોહી વહ્યુ

નવી દિલ્હી: ચીનના ગુઆંગ્શીના બેહાઈ શહેરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જે અંગે જાણીને તમે દંગ રહી જશો. બેહાઈ શહેરમાં રહેતા એક વ્યક્તિના નાકમાંથી 10 દિવસથી સતત લોહી વહી રહ્યું હતું. પહેલા તો વ્યક્તિને લાગ્યું કે તે સામાન્ય છે, પરંતુ જ્યારે અનેક દિવસો વિત્યા બાદ પણ લોહી વહેવાનું બંધ થયું તો ડોક્ટર પાસે પહોંચી ગયો. ડોક્ટરે જ્યારે તેના નાકને જોયું તો તેઓ દંગ  રહી ગયાં. વાત જાણે એમ હતી કે વ્યક્તિના નાકમાં એક નહીં પરંતુ એક નહીં પણ બે જળો ચોંટેલી હતી. જે સતત તેનું લોહી ચૂસી રહી હતી. જો કે વ્યક્તિના નાકમાં જળો કેવી રીતે ઘૂસી તે અંગે તે વ્યક્તિને પણ કઈ ખબર નહતી. પરંતુ નાકમાં જળો જોઈને ડોક્ટરની સાથે તે વ્યક્તિના પણ હોશ ઉડી ગયાં હતાં.

મળતી માહિતી મુજબ કાઓ નામની વ્યક્તિ કે જે પત્ની સાથે ડોક્ટર પાસે પહોંચ્યો હતો. કાઓની પત્નીએ જણાવ્યું કે જ્યારે  કાઓના નાકમાંથી લોહી વહેવાનું શરૂ થઈ ગયું તો તેણે પતિને તરત ડોક્ટર પાસે જવાનું કહ્યું હતું. પરંતુ કાઓને લાગ્યું કે જલદી સારો થઈ જશે. જો કે એવું થયું નહીં અને કાઓની સમસ્યા વધતી ગઈ. ત્યારબાદ તે ડોક્ટરની પાસે પોતાની સમસ્યા લઈને પહોંચ્યો અને ડોક્ટરે જ્યારે કાઓના નાકનું ચેકઅપ કર્યું તો તેમને કાઓના નાકની અંદર જળો ચોંટેલી જોવા મળી.

ત્યારબાદ ડોક્ટરે કાઓના નાકની સારવાર શરૂ કરી અને જળોની પોઝીશન જોયા બાદ તેને નાકમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી. ડોક્ટર્સે ચિપિયાની મદદથી ધીરે ધીરે કાઓના નાકમાંથી જળો બહાર કાઢવાનું શરૂ કર્યું અને છેલ્લે કામમાં તેમને સફળતા મળી. કાઓના નાકમાં ઘૂસેલી જળોની લંબાઈ 2 ઈંચની હતી. જો કે ડોક્ટરને પણ તે વાતની નવાઈ લાગી કે નાકમાં જળો ચોંટેલી હતી તો કાઓને તેની ખબર કેમ પડી.

કાઓએ જણાવ્યું કે તે જંગલોમાં કામ કરવા જાય છે. તેને શક છે કે જળો પણ જંગલમાં કામ કરતી વખતે તેના નાકમાં ઘૂસી ગઈ હશે. જ્યારે ડોક્ટરોનું માનવું છે કે કાઓના નાકમાં જળોનું ઈંડુ પેસી ગયું હશે અને ત્યારબાદ તે અંદર ફૂટી ગયું અને પછી જળોમાં ફેરવાઈ અને નાકમાં ચોંટી ગઈ અને લોહી ચૂસવા લાગી. ડોક્ટરોએ કાઓના નાકમાંથી જળો કાઢવાનો એક વીડિયો પણ બનાવ્યો છે. જેને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. હાલ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. લોકો વચ્ચે તે ચર્ચાનો વિષય પણ બન્યો છે.

 

(5:35 pm IST)