દેશ-વિદેશ
News of Monday, 20th May 2019

દવાઓ ખાલી પેટ કે ખાધા પછી લેવાનું કેમ કહેવાય છે?

નવી દિલ્હી તા. ર૦: દવાઓ ખાલી પેટે લેવાય કે ખાધા બાદ તે પોતાની અસર તો બતાવશે જ, પરંતુ ડોકટરની સલાહ મુજબ દવા નહીં લેવાથી તકલીફ ઘટવાને બદલે વધી શકે છે. દવાની અસર ઘટે છે અને સાઇડ ઇફેકટ પણ થઇ શકે છે. દરેક દવાની શરીરમાં ઓગળવાની ક્ષમતા અલગ અલગ હોય છે. તેથી ડોકટરની સલાહ મુજબ જ કોઇ દવાને ખાધા પહેલાં અને કોઇ દવાને જમ્યા પછી લેવાની સલાહ અપાય છે. જમ્યા બાદ પેટમાં એસિડ બને છે. કેટલીક દવાઓ પાણીમાં જલદી ઓગળે તેવી હોય છે તે ખાલી પેટે લેવાની હોય છે. પેટની ગતિવિધિ તેજ કરનારી દવાઓ જમ્યાના અડધો કલાક પહેલાં લેવાય છે. આવી દવાઓ પેટમાં એસીડીટી, અલ્સર જેવી બીમારીઓનું કારણ બને છે તેને ખાવાના થોડા સમય બાદ લેવાની સલાહ અપાય છે.

(4:42 pm IST)