દેશ-વિદેશ
News of Monday, 20th May 2019

ર૪ કલાકમાં બનશે પ૦ ઘરો

વિશ્વમાં પહેલી વાર બનશે થ્રી-ડી પ્રિન્ટેડ ગામ

ન્યુયોર્ક તા. ર૦: અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોસ્થિત ફયુઝ પ્રોજેકટ નામની એક ડિઝાઇન કંપનીએ દાવો કર્યો છે કે એ લેટિન અમેરિકાના એક કસબામાં પ૦ થ્રી-ડી પ્રિન્ટેડ ઘરોની એક કમ્યુનિટી તૈયાર કરવાની છે. આ કામ એ માત્ર ર૪ કલાકમાં કરશે. આ યોજના ખાસ ગરીબ પરિવારો માટે છે. આ જ કંપનીએ ગયા વર્ષે ટેકસસમાં યોજાયેલા એકિઝબિશન દરમ્યાન ૩પ૦ સ્કવેર ફુટનું થ્રી-ડી પ્રિન્ટેડ ઘર બનાવ્યું હતું અને એમાં એને ૪૮ કલાક લાગ્યા હતા, જયારે હાલમાં જે ઘરો બનવાનાં છે એ ૧પ,૦૦૦ થી ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે. કંપનીએ જે ખેડુતો અને વણકરો માટે ઘર બની રહ્યાં છે તેમની જરૂરીયાતોનો અભ્યાસ કરીને તમામ ઘરો ડિઝાઇન કર્યા છે. દરેક ઘરની બહાર મરઘાં પાળી શકાય એવી જગ્યા પણ બાંધવામાં આવશે જે પરિવારોને એકસ્ટ્રા આવક માટે મદદરૂપ ઠરશે.

(11:39 am IST)