દેશ-વિદેશ
News of Saturday, 20th April 2019

જીંદગી બદલવા માટે પહેલા તમારા વિચાર બદલો અને આગળ વધો

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે કેટલાય લોકો કહેતા હોય છે કે હું જેવો છું... એવો જ રહીશ... હું કયારેય નહિં બદલુ. પરંતુ, સત્ય એ છે કે જ્યારે તમે મોટા થતા જાવ છો તેમ તમારામાં કેટલીય વસ્તુઓ નવી આવે છે, જ્યારે કેટલીય વસ્તુઓ દૂર થઈ જાય છે. તે મુજબ જોઈએ તો તમે દર ક્ષણે બદલી રહ્યા છો. તેથી જો તમે તમારી જીંદગીને બદલવા ઈચ્છો છો તો પહેલા તમે તમારા વિચારને બદલો.

 સૌથી પહેલા તમારી શકિતઓ પર કયારેય પ્રશ્નાર્થ ચિહ્ન ન લગાવવું આવા નેગેટીવ વિચારથી તમે તમારી ક્ષમતાઓ પર સવાલ કરો છો. તેથી તેને બદલો.

 પોતાની ક્ષમતાઓ પર અભિમાન કરવુ પણ ઘાતક હોય છે. આવી આદતને બદલવી જરૂરી છે.

 આવી રીતે તમારી કાબીલીયતને પારખ્યા વગર ઓછી આંકવી એ પણ પોતાની જાતને નુકશાન પહોંચાડ્યા બરાબર છે. તેમાંથી પોતાની જાતને બહાર લાવો.

 એ વાત સાચી છે કે પોતાની ક્ષમતાના સ્તર કરતા વધુ મોટા સ્તર પર કર્યા કરવામાં ડર તો લાગે જ છે. પરંતુ, ડરને તમારા હૃદયમાં ઘર કરવા ન દો. તેથી ડરને બહાર કાઢીને પોતાની જાતને બદલો.

 બધા કામ કર્યા પહેલા જરૂર કરતા વધુ વિચારવુ પણ યોગ્ય નેથી. તેમાંથી પણ બહાર નીકળો.

 તમે સમજી-વિચારીને, સંપૂર્ણ યોજના બનાવીને વિવેક બુદ્ધિથી કામ કરશો તો તમે જરૂર સફળ થશો.

 કોઈ પણ લક્ષ્યને તમારા હોંસલાથી મોટો માનવો પણ યોગ્ય નથી. તેને પણ તમારા મગજમાંથી બહાર કાઢી નાખો.

(10:06 am IST)