દેશ-વિદેશ
News of Wednesday, 20th March 2019

ઝિમ્બાબ્વેમાં ચક્રવતી તોફાનના કારણે ૩૦૦ લોકોના મોત

મૃતકોના શબ પાણીમાં વહીને મોજામ્બિક સુધી પહોંચી ગયા

હરારે, તા.૨૦ : ઝિમ્બાબ્વેમાં ચક્રવતી તોફાનના કારણે ૩૦૦ લોકોના મોત થયાના બિનસતાવાર અહેવાલ મળ્યા છે. આ એંગે સ્થાનિક સરકારના મંત્રી મોયોએ કેબિનેટની બેઠક બાદ પત્રકારોને જણાવ્યુ કે અમને બિનસત્તાવાર રીતે મળેલી માહિતી અનુસાર આ ચક્રવાતી તોફાનના કારણે ૩૦૦ લોકોના મોત થયા છે પરંતુ સતાવાર રીતે અમારી પાસે કુલ મૃત્યુઆંક ૧૦૦ છે. મૃત્યુઆંક હજુ વધવાની સંભાવના છે તેથી અમે ચોકકસ આંકડો આપી શકીએ તેમ નથી.

મોયોએ વધુમાં જણાવ્યુ કે આ તોફાનના કારણે જે લોકોના મોત થયા છે તેમના મૃતદેહ પાણીમા વહેતા જોવા મળી રહ્યા છે. અને તેમાં કેટલાંક શબ પાણીમાં વહીને મોજામ્બિક સુધી પહોંચી ગયા છે.માહિતી અને પ્રસારણ મંત્રાલયના જણાવાયા અનુસાર હાલ લગભગ ૨૧૭ લોકો લાપતા છે. જેમાં ૪૪ લોકો  ફસાયા છે અને ૬૬ લોકોના મોત થયા છે. જ્યારે મોજામ્બિકમા ૪૮ લોકોના મોત થયા છે. પ્રાંતીય ગવર્નર અલ્બર્ટો મોડલને સરકારી રેડિયો પરથી જણાવ્યુ કે રાતભર અને આજે સવાર સુધી મુશ્કેલ સમય હતો. ચક્રવાતી તોફાનના કારણે ભારે નુકસાન થયુ છે. તેમાં અનેક મકાનનોની છત ઉડી ગઈ છે.

મોજામ્બિકમાં ભારે ખુવારી થઈ આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના અન્ય એક દેશ મોજામ્બિકમાં પણ આ તોફાનના કારણે ભારે ખુવારી થઈ છે. જેમાં તોફાનના કારણે કુલ ૪૮ લોકોના મોત થયા છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક પુલ ધોવાઈ ગયા છે. અને કેટલાયે મકાનો પાણીમાં તણાઈ ગયા છે. આ ઉપરાંત હાલમાં પણ અનેક લોકો લાપતા છે. મોજામ્બિકના સરકારી મીડિયાએ આ તોફાનના કારણે મોજામ્બિકમાં ભારે ખાનાખરાબી થયાના તેમજ મધ્ય સોફાલા પ્રાંતમા અત્યારસુધીમા કુલ ૪૮ લોકોના મોત થયાનુ જણાવ્યુ છે. હાલ આ વિસ્તારમાં રાહત ને બચાવ કામગીરી ચાલી રહી છે.

(3:46 pm IST)