દેશ-વિદેશ
News of Wednesday, 20th March 2019

હોર્ડિગ લગાવીને જાહેરાત કરી

ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યુ એની શહેરમાં

જાકાર્તા તા. ર૦ :.. પ્રેમીપંખીડા જયારે એકમેકના પ્રેમમાં ગળાડૂબ હોય ત્યારે જીવ દેવા તૈયાર થઇ જાય છે, પણ જો તેમની વચ્ચે કંઇક વાંકુ પડયું અને બ્રેકઅપ થઇ ગયું તો તીવ્ર પ્રેમ એટલા જ તીવ્ર ધિક્કારમાં ફેરવાઇ શકે છે એનો તાજો દાખલો ઇન્ડોનેશિયામાં બન્યો. એક પ્રેમીએ પોતાની ગર્લફ્રેન્ડ સાથેનું બ્રેકઅપ જાહેર કરવા માટે શહેરમાં સાઇનબોર્ડ લગાવ્યું. વાત એમ હતી કે પ્રેમીને થોડાક વખત પહેલાં ખબર પડી હતી કે પ્રેમિકા તો બીજા કોઇકને પ્રેમ કરી રહી છે. આ વાતની ખબર પડતાં જ બન્ને વચ્ચે ઝઘડો થયો અને પ્રેમિકા સંબંધ તોડીને જતી રહી.

પ્રેમિકાના દગાને પચાવી ન શકતાં ભાઇએ પ્રેમિકાની જાયન્ટ તસ્વીર સાથે શહેરના મુખ્ય રસ્તા પર સાઇન બોર્ડ લગાવ્યું અને એમાં સ્થાનિક ભાષામાં જે લખ્યું હતું એનો અર્થ કંઇક બીજાને પસંદ કરવા લાગી છે એટલે મેં તેની સાથે બ્રેકઅપ કરી લીધું છે.'

આ ઘટના પછી આ બન્ને જણને રસ્તા વચ્ચે ઝઘડો પણ થયો. એનો પણ કોઇકે વિડીયો ઉતાર્યો અને સોશ્યલ મીડિયામાં ફેરવ્યો. (પ-૧૩)

(11:46 am IST)