દેશ-વિદેશ
News of Wednesday, 20th March 2019

મનુષ્યના 'જીન'માં ફેરફારો કરવા ઉપર પ્રતિબંધ માગતા નિષ્ણાંતોઃ ચિંતાના કારણો શું?

તા.૧૯: નવેમ્બર ૨૦૧૮માં ચીની બાયોફીઝીસીસ્ટ જીઆન કુઇએ ચર્ચાસ્પદ જીન ફેરફાર ટેકનોલોજી ક્રિસ્પરનો ઉપયોગ ગર્ભાંકુરના જીનમાં ફેરફાર કરીને તેમને એચઆઇવી સામે રોગપ્રતિકારક શકિત આપી હોવાની જાહેરાત કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. ફેરફાર કરાયેલ જીન એક સ્ત્રીના શરીરમાં ટ્રાન્સફર કરાયા હતા અને ત્યારબાદ તે સ્ત્રીએ જોડીયા છોકરીઓને જન્મ આપ્યો હતો.આ કાર્યને દુનિયાભરના વૈજ્ઞાનિકોએ એકદમ પ્રાયોગિક અને અનૈતિક ગણાવીને તેનાથી આ જોડીયા બાળકી જ નહીં પણ સમાજ માટે પણ હાનિકારક ગણાવ્યું હતું. સ્ત્રી બીજ કે વીર્યમાંના જીનમાં ફેરફાર થવાની તે લક્ષણો આવનારી પેઢીમાં જાય છે અને તેનાથી માનવજાતમાં જીનની સાંકળનાં ફેરફાર થવાની શકયતાઓ ઉભી થાય છે.નેચર નામના જર્નલમાં હવે સાત દેશો (કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇટલી, ન્યુઝીલેન્ડ અને અમેરિકા) ના ૧૮ વૈજ્ઞાનિકોએ સ્ત્રી બીજ, શુક્રાણું પર જીનેટીક ફેરફાર કરવા પર સ્વેૈચ્છિક પ્રતિબંધની માગણી કરી છે. ૨૦૧૫માં પણ આ પ્રકારની માગણી વૈજ્ઞાનિકો દ્વારા કરાઇ હતી. પણ હવે નવી માંગણીમાં વૈજ્ઞાનિકો આગળ વધીને આ પ્રકારના પ્રયોગોને કાયદો બનાવીને પ્રતિબંધિત કરવાની માગણી કરી રહયા છે. તેમની માગણી અનુસાર જયાં સુધી તે સુરક્ષીત અને સ્વીકાર્ય ન બને ત્યાં સુધી તેના પર પ્રતિબંધ મુકાવો જોઇએ. (ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર)

(11:35 am IST)