દેશ-વિદેશ
News of Wednesday, 20th March 2019

આ નેચરલ બ્લીચથી મેળવો બ્યુટીફૂલ સ્કીન

આજ કાલ ગોરા બનવાની ચાહત બધામાં વધી રહી છે. માર્કેટમાં અવેઈલેબલ જાત-જાતના બ્લીચ ક્રીમ તારી સ્કીનને નુકશાન પહોંચાડે છે. તેમાં ઘણા બધા કેમિકલ્સની સિવાય ઘણા નુકશાનકારક તત્વો શામેલ હોય છે.

જો તમારી પાસે થોડો સમય હોય તો આ પ્રકૃતિક બ્લીચને ઘરે જ તૈયાર કરવું, કારણકે આની કોઈ સાઈડ ઈફકટસ નથી અને ત્વચા માટે સારૂ છે.

દહિં : ન્હાતા પહેલા થોડું દહિં ચહેરા અને ગરદન પર રગડવું આનાથી મૃત સ્કીન નાશ પમશે અને ગંદગી પણ દુર થશે.

લીંબું : લીંબું અને દહિંના મિશ્રણથી ત્વચામાં કુદરતી નિખાર આવે છે આ મિશ્રણને ત્વચા પર લગાવો તથા સૂકાઈ પછી ધોઈ લેવું. આ મિશ્રણ તમે દિવસમાં એક વાર લગાવી શકો છો. જેનાથી ત્વચા અંદરથી સાફ થઈ જશે.

નારંગી : નારંગીની છાલને તડકામાં સુકવવીને મિકસરમાં ગ્રાઇન્ડ કરી નાખવું. હવે આ પાવડરમાં થોડી મલાઈ નાખીને પેસ્ટ બનાવો. આને ચહેરા અને ગરદન પર ૧૦ મિનીટ સુધી લગાવવું.

ટમેટા અને લીંબુનો રસ : ટમેટાના પલ્પમાં તાજા લીંબુનો રસ નાખીને સાફ કરવો. થોડા દિવસો સુધી આમ કરવાથી તમારી ત્વચા ગોરી થશે. આ એક અલ્મીય મિશ્રણ છે.

પપૈયુ : પપૈયામાં 'પોષ્ટીન' નામનું અુન્ઝાઈમ તત્વ મળે છે, જે ચહેરાની ત્વચાને ગોરી કરવામાં મદદરૂપ થાય છે. કાચા પપૈયાને મસળીને ચહેરા પર ૧૫ થી ૨૦ સુધી લગાવી રાખો. ત્યારબાદ ચહેરાને વોશ કરી લેવો. આમ કરવાથી તમને તમારો ચહેરો પહેલા કરતા વધારે સારો લાગશે.

મધ : લીંબુનો રસ, મિલ્ક પાવડર અને મધને ભેગું કરો. બરાબર હલાવ્યા બાદ તે તમારી ત્વચા પર લગાવીને ૨૦-૨૫ મિનિટ રહેવા દો પછી પાણીથી ધોઈ દેવું. આ મિશ્રણથી ત્વચામાં ચમક આવી જશે.

(9:36 am IST)