News of Thursday, 20th February 2020
પાકિસ્તાની સેના પર બલુચ લિબ્રેશન આર્મીનો હુમલો:16 જવાનોના મૃત્યુ
નવી દિલ્હી:પાકિસ્તાન આર્મી પર બલુચ લિબ્રેશન આર્મીનો હુમલો કરવામાં આવ્યો છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં 16 પાકિસ્તાની જવાનો મોતને ભેટ્યા છે. આ હુમલો મંગળવારના રોજ થયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે. કહેવાય રહ્યું છે કે બલુચ લાંબા સમયથી પાકિસ્તાનથી સ્વતંત્રતાની માંગ કરતા રહે છે.
આ હુમલો એ સમયે કરવામાં આવ્યો હતો જયારે પાકિસ્તાની સેનાની સીંગશીલા વિસ્તારમાં પોસ્ટિંગ થઇ રહી હતી આ દરમ્યાન બલુચ સ્વતંત્રતા સેનાનીઓએ પાકિસ્તાની આર્મી પર હુમલો કરી દીધો હતો એટલું જ નહીં પરંતુ તેમને પાકિસ્તાની સેનાના લોકોના બધા હથિયાર પણ જપ્ત કરી લીધા હતા.
(6:04 pm IST)