દેશ-વિદેશ
News of Wednesday, 20th January 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાને કરેલ શ્રેણીબદ્ધ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ કરેલા શ્રેણીબધૃધ હુમલાઓમાં ઓછામાં ઓછા એક 40 જણાના જીવ ગયા હતા. એક તરફ તો કતારમાં તાલીબાનો અને સરકાર વચ્ચે શાંતિ મંત્રણા ચાલી રહી છે તો બીજી બાજુ હિંસાનો સિલસીલો જારી રહેતા સરકારની મુઝંવણ વધતી જાય છે. સંરક્ષણ મંત્રાલય તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ હતું કે સુરક્ષા દળના 25 અને પંદર તાલીબોનો હિંસામાં હોમાઇ ગયા હતા.

    સરકારી નિવેદન અનુસાર, કુન્દુઝમાં તાલીબાનોએ કરેલા હુમલામાં અનેક સૈનિકો માર્યા ગયા હતા. મંત્રાલય અનુસાર, હુમલામાં થયેલા સામસામા ગોળીબારમાં પંદર તાલીબાનો માર્યા ગયા હતા અને 12 ઘાયલ થયા હતા. કુન્દુઝ પ્રાંતમાં મોટા ભાગે તાલીબાનો વર્ચસ્વ ધરાવતા હોવાથી પત્રકારોને પણ માહિતી અપાતી નથી.

(5:42 pm IST)