દેશ-વિદેશ
News of Wednesday, 20th January 2021

યુકેમાં જોવા મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેન:એક જ દિવસમાં 1610 લોકોને પોતાનો જીવ ગુમાવવાની નોબત આવી

નવી દિલ્હી: કોરોના વાયરસના નવા સ્ટ્રેનએ યુનાઇટેડ કિંગડમ (યુકે) માં તબાહી મચાવી છે. મંગળવારે નવા સ્ટ્રેનના કારણે રેકોર્ડ બ્રેક 1610 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે સોમવારે એક દિવસ પહેલા કોરોનાથી 599 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જોકે, મંગળવારે 33 હજાર નવા કેસ સામે આવ્યા હતા, જે પહેલા કરતાં ચાર હજાર ઓછા હતા.

           પહેલા બ્રિટન અને સ્કોટલેન્ડએ 4 જાન્યુઆરીથી દેશભરમાં કડક લોકડાઉન લાગુ કર્યું છે. લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારથી નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 7 જાન્યુઆરીએ 60 હજાર નવા કેસ નોંધાયા હતા, જે હવે ઘટીને લગભગ અડધા થઈ ગયા છે. પરંતુ આરોગ્ય નિષ્ણાંતોએ મોતના આંકડા અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે નવા કેસમાં ઘટાડો થવા છતાં મોતની સંખ્યામાં વધારો થઈ શકે છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના મેડિકલ ડિરેક્ટરે કહ્યું છે કે લોકો તેમના ઘર ભાગ્યે છોડતા હોય છે. સાથે સામાજિક અંતર જાળવવાનું રહેશે અને ચેપની ગતિ નિયંત્રિત કરવામાં આવશે.

(5:42 pm IST)