દેશ-વિદેશ
News of Wednesday, 20th January 2021

થાઈલેન્ડમાં માછીમારને રાતોરાત ખજાનો હાથ લાગ્યો

નવી દિલ્હી: થાઇલેન્ડનાં એક માછીમારને એક અનોખો ખજાનો મળ્યો છે, જો કે તેને સમુદ્રમાં વ્હેલ માછલીની ઉલટી (Ambergris) મળી છે, જેની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ થઇ શકે છે, Ambergris ને સમુદ્રનો ખજાનો મનાય છે, અને તેને સોનાથી ઓછું આંકવામાં આવતું નથી. હકીકતે, તેમાં ગંધ વગરનો આલ્કોહોલ હોય છે, જેનો ઉપયોગ પરફ્યુમની સુંગંધ લાંબા સમય સુધી જાળવી રાખવા માટે થાય છે.આ 7 કિલોનો ટુકડો ચલેરમ્ચઇ મહાપનને સોન્ગખ્લા પ્રાંતનાં સમીલા તટ પરથી મળ્યો, તે સુમુદ્રમાં માછલી પકડવા જઇ રહ્યો હતો પરંતું હવામાન સારૂ હોવાથી તેને પરત ફરવું પડ્યું, જ્યારે તે પોતાની નાવને કિનારે લાંગરી રહ્યો હતો ત્યારે તેને ટુકડો મળ્યો, પહેલા તો તેને એક મોટો પથ્થર લાગ્યો પરંતું જ્યારે તેણે ધ્યાનથી જોયું તો ત્યારે તે વિશેષ લાગ્યો, વ્હેલની ઉલટી મળતા તેની ખુશીનો પાર રહ્યો.

પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા બાદ ચીજ વ્હેલની ઉલટી હોવાની પુષ્ટી થઇ, અને તેની કિંમત 24.5 પાઉન્ડ પ્રતિ કિલો હોઇ શકે છે, જો કે તે હાલ તેને વેચવા માંગતો નથી, તેને કોઇ આંતરરાષ્ટ્રિય ખરીદાર મળી રહે તે માટે તેણે એક એજન્ટ પણ રાખ્યો છે.

(5:40 pm IST)