ફૂલ સ્પીડમાં જતી કાર હવામાં ઉડવા લાગી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
નવી દિલ્હી: ઝડપની મજા અને મોતની સજા. આ વાક્ય તો દરેકે ક્યાંને ક્યાંક તો વાંચ્યું જ હશે. માત્ર આપણે ત્યાં જ નહીં દુનિયામાં પણ ઓવર સ્પીડને કારણે અનેક વખત માઠા પરિણામ જોવાનો વારો આવે છે. ઓવર સ્પીડના કારણે જીવનની ગાડીમાં અચાનક કાયમી બ્રેક લાગી ગઈ હોય એવા અનેક કેસ બનેલા છે. સ્પીડના કારણે આસપાસના લોકોનું જીવન તો જોખમાય છે અને વસ્તુને નુકસાન થાય છે એ જુદુ. પણ ઓવર સ્પીડને કારણે એ કાર ઉડલ ખટોલા બની ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પછી આ કારમાં બેઠેલા વ્યક્તિનું શું થયું એ જાણવા મળ્યું નથી. પણ આ કારનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ વીડિયોને કોઈ કમાલ કે કારનામાના દ્રષ્ટિકોણ ન જોવામાં આવે. આ વીડિયો પરથી શીખ લેવાની છે કે, ગતિ ક્યારેક જીંદગી ગોટાળે ચડાવી શકે છે. સ્પીડ ક્યારેક જીવન સાયલન્સ કરી દે છે. આ વીડિયો ટ્વીટર પર કોઈ દીપાંશું કાબર નામના યુઝરે શેર કર્યો છે. જેને જોઈને અનેક યુઝર્સ ચોંકી ઊઠ્યા છે.