News of Wednesday, 19th December 2018
પશુ પાલકોને સમૃધ્ધ બનાવો : ગધેડા ઉપર બેસી પાકિસ્તાન સરકારને જાગૃત કરવા માટે પત્રકારનો નવતર પ્રયોગ
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં કંઈક નવીનતમ રીતે રજુઆત કરવા માટે મશહૂર થઇ ચૂકેલા પત્રકાર અમીન હાફિઝએ ગધેડા ઉપર બેસી પશુપાલકોને સમૃદ્ધ બનાવવા સરકાર સમક્ષ રજુઆત કરતી કલીપ વાઇરલ થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેમની રજુઆત પુરી થતાની સાથે જ તેઓને ગધેડા ઉપરથી નીચે પડી જતા દર્શાવાઈ રમૂજ ફેલાવવાની કોશિષ પણ કરાઈ છે.
(8:09 pm IST)