દેશ-વિદેશ
News of Tuesday, 19th November 2019

રશિયાએ ઇરાકથી ૩ર નાના બાળકોને સ્‍વદેશ બોલાવ્‍યાઃ એમની માં આઇએસ.ની સદસ્‍ય રહી ચૂકી છે.

        રશિયન અધિકારીઓએ જણાવ્‍યું છે કે આઇ.એસ. ની સદસ્‍ય રહી ચુકેલ રૂસિ મહિલાઓના ૩ર નાના બાળકો  સોમવારના ઇરાકથી મોસ્‍કો પહોંચ્‍યા.

        એક થી ત્રણ વર્ષના આ બાળકો ઇરાકની જેલોમાં બંધ હતા. અને એમની માતાઓ  આઇ.એસ. ની સદસ્‍ય હોવાના કારણે સજા કાપી રહી છે. અથવા પોતાના ટ્રાયલનો ઇન્‍તજાર કરી રહી છે.

        ગયા ડિસેમ્‍બરથી અત્‍યાર સુધીમાં કુલ ૧રર સગીરા રશિયા આવી ચૂકી છે.

(11:01 pm IST)