દેશ-વિદેશ
News of Tuesday, 19th November 2019

દુનિયાનું આ છે અનોખું ગામ: 9 વર્ષોથી અહીંયા માત્ર બાળકીનો જ જન્મ થાય છે

નવી દિલ્હી: પોલૈંડ અને ચેક રિપબ્લિક સીમા પર આવેલ ગામ મિજેસ્કે આદર્જેન્સકીમાં છેલ્લા 9 વર્ષોથી કોઈ બાળકનો જન્મ જ નથી થયો આવું ક્યાં કારણોસર થઇ રહ્યું છે  તે હજુ સુધી રહસ્ય બનીને રહી ગયું છે. અહીંયા છેલ્લે 2010માં એક છોકરાનો જન્મ થયો હતો અને તેમના પરિવારના લોકો આ ગામ છોડીને ચાલ્યા ગયા હતા  હવે અહીંયાનું સૌથી નાનું બાળક 12 વર્ષનું છે.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ગામમાં માટે બાળકીઓનો જ જન્મ  થાય છે આ કારણોસર ત્યાંના મેયરે જે પરિવારમાં બાળકનો જન્મ થાય તેને ઇનામ દેવાનો નિર્ણય કર્યો છે. આ ગામમાં 300 જેટલી વસ્તી છે અને તેમાં સૌથી વધારે યુવતીઓ અને મહિલાઓ છે.

(5:53 pm IST)