દેશ-વિદેશ
News of Tuesday, 19th November 2019

તાલિબાન વિરુદ્ધ અભિયાન શરૂ: અફઘાન હવાઈ હુમલામાં 14 તાલિબાની આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની વાયુ સેનાને કૂદુંજ પ્રાંતમાં આતંકી સંગઠન તાલિબાન વિરુદ્ધ મોટી સફળતા મળી રહી છે સેનાએ હવાઈ હુમલામાં તાલિબાનના 14 આતંકવાદીઓને ઠાર માર્યા છે. મૃતક આતંક્વાદીઓમાં તાલિબાનના એક કમાંડરનો પણ સમાવેશ થઇ રહ્યો છે.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાન સાથે  શાંતિવાર્તા રદ થવાના કારણોસર અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિઓ ખુબજ બદલાઈ  ગઈ હતી.આર્ચિ જિલ્લામાં તાલિબાનના એક જગ્યાને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:52 pm IST)