દેશ-વિદેશ
News of Tuesday, 19th November 2019

સીરિયાથી છોડવામાં આવેલ ચાર મિસાઈલ નિષ્ક્રિય: ઇઝરાયલ

નવી દિલ્હી: ઇઝરાયલ ડિફેંસ ફોરસેજના કહેવા મુજબ મંગળવારના રોજ ઇઝરાયલી હવાઈ સુરક્ષા પ્રણાલીએ સીરિયાના ઉતરી વિસ્તારથી  છોડેલ ચાર મિસાઈલ હવામાં નિષ્ક્રિય કરી દેવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

                      આઈડીએફે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સીરિયાના ઉતરી વિસ્તારમાં ચાર શંકાસ્પદ મિસાઈલ છોડવામાં આવી હતી આ ચાર મિસાઈલોને ઇઝરાયલી સુરક્ષા પ્રણાલીએ હવામાં જ  નિષ્ક્રિય કરી દીધી હતી તેમજ ઈઝરાયલમાં હવાઈ હુમલાની ચેતવણીની પણ ઘોષણા કરવામાં આવી છે.

(5:50 pm IST)