દેશ-વિદેશ
News of Tuesday, 19th November 2019

હોંગકોંગ: પોલીસે સેકેંડો આંદોલનકારીઓની ધરપકડ કરી

નવી દિલ્હી: હોંગકોંગ પોલિટેક્નિક યુનિવર્સીટી પરિસરમાં પોલીસ દ્વારા ઘેરાયો કરવા પર ત્યાંથી ભાગી રહેલ  ઘણાબધા આંદોલનકારીઓની પોલીસે ધરપકડ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પોલીસદ્વારા યુનિવર્સીટી પર કબ્જો કરનાર લગભગ 100 લોકો ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

                   આ ઘટનામાં પોલીસે લાઠીચાર્જ કરતા ઓછામાં ઓછા 116 લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે અને પ્રદર્શનકારીઓમાંથી ઘણાબધા લોકો ફરાર થઇ જવામાં સફળ પણ રહ્યા હતા.

(5:50 pm IST)