દેશ-વિદેશ
News of Tuesday, 19th November 2019

ચીની નૌકાદળે તાઇવાનના દરિયામાંથી યુદ્ધજહાજ પસાર કર્યું હોવાની વાતની કબૂલાત કરી

નવી દિલ્હી:ચીની નૌકાદળે તાઈવાનના દરિયામાંથી યુદ્ધજહાજ પસાર કરાવ્યું હોવાનું કબૂલ્યું હતું અને તેને નિયમિત પ્રક્રિયાનો ભાગ ગણાવ્યો હતો. એ પહેલાં તાઈવાને ચીન ઉપર ડરાવવા-ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. ચીને તાઈવાનના કબજામાં રહેલાં દરિયામાંથી વિમાનવાહક યુદ્ધજહાજ પસાર કરાવ્યું હતું. તે પછી તાઈવાને કહ્યું હતું કે આગામી ચૂંટણીઓ પહેલાં ચીન આવી હરકતો કરીને ડરાવી રહ્યું છે.

 

                   ચીની નૌકાદળના પ્રવક્તા ચેંગ દેવેઈએ કબૂલ્યું હતું કે ચીનનું સ્વદેશી યુદ્ધજહાજ તાઈવાનના કબજા હેઠળના વિસ્તારમાંથી નીકળ્યું હતું. ચીની નૌસેનાના પ્રવક્તાએ આ ઘટનાને નિયમિત પ્રક્રિયા ગણાવીને એ વિસ્તારમાંથી પસાર થવાનો ચીનનો અિધકાર હોવાનું પણ કહ્યું હતું. ચીને કહ્યું હતું કે પરીક્ષણ અને તાલીમના હેતુથી ચીનનું સ્વદેશી વિમાનવાહક જહાજ એ વિસ્તારમાંથી પસાર થયું હતું.

(5:49 pm IST)