દેશ-વિદેશ
News of Tuesday, 19th November 2019

ઓએમજી......આ છે સ્પેનની સૌથી ભયાનક હવેલી: આજે પણ આ હવેલીમાં છોકરીઓની ચીસની અવાજ સંભળાય છે

નવી દિલ્હી:સ્પેનના કાસા એનકાંટડાને સૌથી ભયાનક ઘર માનવામાં આવે છે અને આ ભૂતિયા ઘરની પાછળની વાર્તા પણ ડરામણી છે. આ ભૂતિયા મકાન જેને કોર્ટિજો જુરાડો તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્પેનના અંડલુસિયાના શ્રીમંત પરિવારોમાંના એક મૈલગાના પરિવાર દ્વારા ખરીદ્યું હતું અને બનાવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે આ હન્ટેડ હાઉસ એક ભવ્ય કૃષિ ઉદ્યોગ બનાવવાની યોજના માટે ખરીદ્યું હતું.

                      ભૂતિયા કાસા એનકાટડાની સ્ટોરી 1850માં શરૂ થઈ જ્યારે રહસ્યમય પડછાયાઓ ચારે બાજુ ફરતા જોવા મળ્યા હતા, ઓરડામાં લાઇટ્સ ચાલુ થઈ જતી હતી અને બંધ થઈ જતી હતી. તો વસ્તુઓ જાતે જ પડવા લાગતી અને વિચિત્ર અવાજો સંભળાવવા લાગતા.

(5:49 pm IST)