દેશ-વિદેશ
News of Tuesday, 19th October 2021

બલુચિસ્તાનમાં યુનિવર્સીટી નજીક થયેલ વિસ્ફોટમાં દસ લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: બલુચિસ્તાન યુનિવર્સિટી પાસે વિસ્ફોટ: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ફરી એકવાર વિસ્ફોટ થયો છે. બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં સરિયાબ રોડ પર બલુચિસ્તાન યુનિવર્સિટી પાસે આ વિસ્ફોટ થયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ સરિયાબ રોડ પર પાર્ક કરેલા પોલીસ વાહન પાસે થયો હતો. આ વિસ્ફોટમાં એકનું મોત થયું હતું અને પાંચ પોલીસ સહિત દસ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતા જ કાયદા અમલીકરણ એજન્સીઓ અને બચાવ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા અધિકારીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. 25 સપ્ટેમ્બરના રોજ બલુચિસ્તાનના હરનાઈ જિલ્લાના ખોસાત વિસ્તારમાં એક સરહદ જવાનના વાહન પર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ચાર સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. પ્રતિબંધિત બલોચ લિબરેશન આર્મીએ વિસ્ફોટની જવાબદારી લીધી હતી.

 

(5:34 pm IST)