દેશ-વિદેશ
News of Tuesday, 19th October 2021

આ તો ગઝબ થઇ ગયું ...હોડીની મારફતે આ યુગલે ફેરવ્યું આખું ઘર

નવી દિલ્હી: ઘર બદલવું કેટલું મુશ્કેલ છે તે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. આથી જ લોકોને ઘર બદલવાનુ નામ સાંભળતા જ પરસેવો થવા લાગે છે. પરંતુ કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડમાં એક દંપતીએ ખૂબ જ અનોખી રીતે પોતાના ઘરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડીને હેડલાઇન્સ બનાવી હતી. ખરેખર, આ દંપતીએ તેમનું બે માળનું મકાન હોડી પર રાખ્યું અને તેને એક તળાવથી બીજા તળાવમાં ખસેડ્યું.

હવે આ સમાચાર સાંભળીને લોકોના હોશ ઉડી ગયા હતા. વાસ્તવમાં લોકો ઘરની વસ્તુઓ ખસેડતી વખતે જ પરેશાન થઇ જા છે, પરંતુ આ દંપતીએ પોતાનું આખું ઘર શિફ્ટ કર્યું અને તે પણ તેને હોડી પર રાખીને. એક અહેવાલ અનુસાર, ડેનિયલ પેની (Daniele Penney) અને તેના બોયફ્રેન્ડ કિર્ક લોવેલે (Kirk Lovell) 11 ઓક્ટોબરના રોજ 6 થી વધુ બોટ પર પોતાનું બે માળનું મકાન મૂક્યું હતું.

(5:32 pm IST)