દેશ-વિદેશ
News of Monday, 19th October 2020

અમેરિકામાં કોરોનાનો પ્રકોપ વધ્યો:લાગી શકે છે ફરીથી લોકડાઉન

નવી દિલ્હી: વિશ્ર્વની નજર એક તરફ અમેરિકામાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી પર છે ત્યારે આ દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણમાં થયેલા જબરા વધારાથી ફરી લોકડાઉન કે પછી અર્થતંત્રને ખુલ્લુ રાખીને કોરોના સંક્રમણનો મુકાબલો કરવો તે અંગે ચર્ચા છેડાઈ છે.

              મીશીગન મીનેસોટા વીસકોન્સ સહિતના રાજ્યોમાં કોરોના કેસ અગાઉ કરતાં 50 ટકા વધ્યા છે. એક તરફ ઠંડીની સિઝન આવી ગઇ છે અને ચૂંટણી સહિતના કારણે સોશ્યલ ડીસ્ટન્સ જળવાતું નથી. અમેરિકાના ચીફ મેડીકલ ઓફીસર તથા પ્રમુખ ટ્રમ્પના સલાહકાર ડો. ફોસીએ કહ્યું કે દેશમાં લોકડાઉન કરવા જેવી ખરાબ સ્થિતિ છે તેનો ઇન્કાર કરી શકાય નહીં પરંતુ કોરોના સામેના કામકાજ અર્થતંત્રમાં વિઘ્ન ન બને તે અમે જોવા માગીએ છીએ અને શટડાઉન એ કોઇ વિકલ્પ રહ્યો નથી.

(6:07 pm IST)