દેશ-વિદેશ
News of Friday, 19th October 2018

ઓએમજી...આ માતાએ 3 વર્ષીય પુત્રી સાથે કર્યું કંઈક આવું

નવી દિલ્હી:અમેરિકાના ઓહાયો રાજ્યમાં એક મહિલાએ એવું કામ કર્યું છે કે જેણે માતા-પુત્રીના સંબંધને શર્મસાર કરી નાખ્યો છે. લોકો આ માતા પર ફિટકાર વરસાવે છે. મહિલાએ પોતાની 3 વર્ષની માસૂમ અને અબોધ પુત્રીની પોર્નોગ્રાફિક તસવીર બનાવી છે એવો આરોપ લાગ્યો છે. હાલ મહિલાની આ મામલે ધરપકડ કરવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ મુજબ પેનસિલવેનિયાના એટોર્ની જનરલ જોશ શેપિરો અને ઓહાયોના એટોર્ની જનરલ માઈક ડીવાઈને મંગળવારે જાહેરાત કરી કે 26 વર્ષની કાયલા પાર્કર પર યૌન ઉત્પીડનન, બાળકીનું શોષણ અને અન્ય અપરાધના આરોપ લાગ્યા છે.

પાર્કર ફિલાડેલફિયાના અપર ડાર્બીમાં પોતાના બોયફ્રેન્ડ સાથે રહેતી હતી ત્યારની આ ઘટના છે. તપાસ દરમિયાન ઘરમાંથી 3 વર્ષની બાળકીની સેંકડો નગ્ન તસવીરો અને અનેક વીડિયો મળ્યા છે જે અલગ અલગ પોઝમાં લેવાયા છે.

(5:31 pm IST)