News of Friday, 19th October 2018
અફઘાનિસ્તાનના કંધારમાં આતંકી હુમલો
નવી દિલ્હી:અફઘાનિસ્તાના કંધારમાં ગુરવારે એક આતંકી હુમલામાં કંધારના ગવર્નર, પોલીસ ચીફ અને ઈન્ટેલીજન્સ ચીફની ગોળીમારી હત્યા નિપજાવી છે. આ હુમલામાં એક અમેરિકન સુરક્ષાકર્મી અને એક નાગરિક પણ ઘાયલ થયો છે. જો કે હજી સુધી આ હુમલાની જવાબદારી કોઈ આતંકી સંગઠને લીધી નથી. ઘટનાને લઈ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ હતુ.
(5:25 pm IST)