દેશ-વિદેશ
News of Friday, 19th October 2018

પિઝા પર ટોપિંગ ઘટાડવા બ્રિટન સરકારે કર્યો આદેશ

લંડન, તા.૧૯: બ્રિટન સરકારે મેદસ્વિતાની સમસ્યાને ઘટાડવા માટે પિઝાની સાઇઝ ઘટાડવાની યોજના બનાવી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પિઝામાં કેલરી દ્યટાડવા માટે ટોપિંગ (ચીઝ, કોર્ન, વેજિટેબલ) ઘટાડવું પડશે.  લોકોના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે પિઝામાં ૯૨૮ કેલરીથી વધુ કેલરી ન હોય. સરકારે ડ્રાફ્ટમાં કહ્યું કે સેવરી પાઇવ (ફાસ્ટ ફૂડમાં ઉપયોગમાં લેવાતું એક ક્રીમ)માં ૬૯૫ કેલરીથી વધુ ન હોવી જોઇએ.(૨૨.૧૨)

(3:52 pm IST)