દેશ-વિદેશ
News of Friday, 19th October 2018

સ્મોકિંગ કરવાથી સામેની વ્યકિત પર તમારી કેવી છાપ પડે એ જાણો છો?

સ્મોકિંગ કરનાર લોકોને લાગે છે કે તે સીગરેટ પીતી વખતે કુલ લાગે છે અને તેથી તે પોતાના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકી રહ્યા છે. પરંતુ, એક સંશોધનમાં એ વાતનો ખુલાસો થયો છે કે, સ્મોકિંગ કરવાથી તમારી છાપ ખરાબ થાય છે અને તેનાથી તમે સામેવાળાને આકર્ષિત નથી કરી રહ્યા પણ દૂર ભગાડી રહ્યા છો.

સ્મોકિંગના કારણે તમારા ચહેરા પર પડતી કરચલીના કારણે તમે આછા આકર્ષક દેખાવા લાગો છો. બ્રિસ્ટોલ યુનિવર્સીટીના પ્રોફેસર દ્વારા સંશોધનમાં ૫૦૦ લોકોના ૨૩ જુડવા ભાઈઓ કે બહેનોમાંથી કોઈ એકને પસંદ કરવાનું કહેવામાં આવ્યું. જેમાં એક વાતનો ખુલાસો થયો કે, પુરૂષોએ નોન-સ્મોકિંગ કરનાર ૬૬ ટકા મહિલાઓને પસંદ કરી, જ્યારે તે જ મહિલાઓએ નોન-સ્મોકિંગ કરનાર ૬૮ ટકા પુરૂષોને પસંદ કર્યા. ઉપરાંત કેટલીક મહિલાઓએ બીજી નોન-સ્મોકિંગ કરનાર મહિલાઓને ૭૦ ટકા કેસમાં આકર્ષક ગણાવી.

સ્મોકિંગ સામાન્ય રૂપે થનાર એજીંગને વધારે છે. નિકોટીન તમારા શરીરની બહારની ચામડીના રકતકોષોને શિથીલ બનાવી દે છે. જેથી તમારી સ્કીન ઓછી લચીલી થઈ જાય છે અને તેનાથી કરચલી થવા લાગે છે.

(9:58 am IST)