દેશ-વિદેશ
News of Friday, 19th October 2018

વજન નિયંત્રીત કરવા માટે કરો આ વસ્તુઓનું સેવન

મોટાપાથી હેરાન બધા લોકો વજન ઓછુ કરવા ઇચ્છતા હોય છે. તેના માટે લોકો કેટલાય પ્રકારની ટિપ્સ ફોલો કરતા  હોય છે. તેનાથી ચરબી ઘટી જાય છે. પરંતુ જીમ કે કસરત છોડ્યા બાદ ફરી વજન વધવા લાગે છે. ઉતારેલો વજન ફરી ન વધે તેના માટે તમારે તમારા આહારનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. તમે એવા આહારનું સેવન કરો કે જેનાથી પુરતું પોષણ પણ મળે અને વજન પણ ન વધે.

વજન કંટ્રોલ કરવા માટે આવશ્યક આહાર

સફરજન અને પીનટ બટર : દરરોજ ૫૦ ગ્રામ સફરજન સાથે પીનટ બટન ખાવાથી વજન વધવાનો ભય રહેતો  નથી. તેનાથી શરીરને ઉર્જા પણ મળે છે.

ગાજર અને માયોનીઝ : વજનને નિયંત્રીત રાખવા માટે તમે ગાજર સાથે માયોનીઝ ખાઇ શકો છો. તે વજન નિયંત્રીત રાખે છે.

ફળ અને દહિં : ફળનું દહિં સાથે સેવન કરવાથી પણ શરીરમાંં જમા થયેલી વધારાની ચરબી ઓછી થઇ જાય છે. તમે બે ચમચી બ્લુબેરી સાથે અડધો કપ દહિં ખાઇ શકો છો.

ગ્રીન ટી : ગ્રીન ટી બીએમઆઇ એટલે કે બોડી માસ ઇન્ડેક્ષને સપંુર્ણ યોગ્ય રાખવાનું કામ કરે છે. દિવસમાં બે કપ ગ્રીન ટી પીવાથી ફાયદો થાય છે.

સલાડ : સલાડમાં કેલેરી ઓછી માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી  ભુખ પણ ઓછી લાગે છે અને પોષક તત્વોની અપુરતી પણ થતી રહે છે. બપોરે સલાડ અવશ્ય ખાવુ જોઈએ.

(9:55 am IST)