દેશ-વિદેશ
News of Thursday, 19th September 2019

સમુદ્રમાં મળી ડાયનાસોર જેવી માછલી: ફોટોએ સોશિયલ મીડિયામાં સનસની મચાવી દીધી

નવી દિલ્હી: સમુદ્રની ઊંડાઈમાં અજોબોગરીબ અને ખુબસુરત જીવોની અલગ અલગ દુનિયા વસ્તી હોય છે અને આ જ કારણ છે કે હાલમાં સમુદ્રમાં મળેલ અનોખા જીવના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે હાલમાં જ નોર્વેમાં રહેનાર એક ઓસ્કર લુઢહલે પોતાના કાંટામાં ફસાયેલ એક માછલીની ફોટો શેર કરી છે જેને જોઈને સહુ કોઈ હેરાન રહી ગયા હતા આ માછલીની ફોટો સોશિયલ મીડિયા પર સનસની મચાવી રહી છે.

      આ ફોટોમાં માછલી દૈત્ય જેવી નજરે પડી રહી છે તેમની આંખો મોટી મોટી છે અને ઘણા લોકો તેમને ડાયનાસોર જેવી કહી રહ્યા છે ઓસ્કરે જણાવ્યું હતું કે તે સમુદ્રમાં માછલી પકડવા માટે ગયા હતા પરંતુ તેમને આ અજીબોગરીબ પ્રકારની માછલી મળી આવી છે  અને તેમને ખેંચવામાં અડધો કલાકનો સમય લાગ્યો હોવાની માહિતી મળી રહી છે.

(6:32 pm IST)