News of Thursday, 19th September 2019
અફઘાની ખુફિયા કાર્યાલય નજીક બોંબ વિસ્ફોટની ઘટનામાં સાતના મોત 85 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
નવી દિલ્હી:અફઘાનિસ્તાન જાંબુલ પ્રાંતના કલાત-એ-ગિલજે શહેરમાં ગુરુવારના રોજ એક કાર બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત લોકો મોતને ભેટ્યા છે તેમજ 85થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે.
સ્થાનિક સમાચાર એજ્નસીદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અફઘાન નેશનલ ડાયરેક્ટરને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં સાત લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 85ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે. હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠનદ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી નથી.
(6:22 pm IST)