દેશ-વિદેશ
News of Thursday, 19th July 2018

અમેરિકામાં હવામાં બે ટ્રેની એરક્રાફ્ટ અથડાતા ભારતીય યુવતી સહીત 3ના મોત

નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડામાં ફ્લાઇટ શાળાના બે ટ્રેની એરક્રાફ્ટ હવામાં અથડાતા 19 વર્ષીય ભારતીય મૂળની યુવતી નિશા સેજવાલ સહીત 3 લોકોના મોત  નિપજ્યા છે મિયામી હેરાલ્ડે ફેડરેલ એવિએશન ઍડ્મિનિસ્ટ્રેશનના હવાલા દ્વારા આ વાતની માહિતી આપતા જણાવ્યું છે કે 17 જુલાઈના રોજ થયેલ આ ઘટના સમયે બે વિમાનો સંભવત ટ્રેની પાયલોટ ઉડાવી રહ્યા હતા.પોલીસે 3 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે.અને અન્ય એક શખ્સની મૃત્યુ પામવાની આશંકા પણ જણાઈ રહી છે.

(6:17 pm IST)